10.Wave Optics
easy

દશ્ય પ્રકાશ શું છે ? તેના અંગેના જુદા-જુદા મતો લખો.

Option A
Option B
Option C
Option D

Solution

વિદ્યુતચુંબકીય વર્ણપટમાંનો $4000 \AA$ થી $8000 \AA$ તરંગલંબાઈવાળો વિસ્તાર દ્રશ્ય પ્રકાશનો છે. પ્રકાશ પોતે અદ્રશ્ય છે અને તેની મદદથી વસ્તુઓને જોઈ શકાય છે.

પ્રકાશ અંગેના મતો નીચે મુજબ છે :

$(1)$ ન્યૂટનનો કણવાદ $:$ પર ઈ.સ.$1637$ માં ડેકાર્ટિસે પ્રકાશ માટેનો કણવાદ $(Corpuscular)$ આપ્યો અને સ્નેલનો નિયમ તારવ્યો અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો સમજાવ્યા.

આ કણવાદે એવી આગાહી કરી, કે જો પ્રકાશ કિરણનું વક્રીભવન થતાં લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં તેની ઝડપ વધે છે. આ કણવાદના આધારે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમમાં ઓછી અને ઘટ્ટ માધ્યમમાં વધારે હોય છે.

પ્રકાશના આ કણવાદને ન્યૂટનનો કણવાદ માનવામાં આવ્યો.

આ વાક્યમાં પ્રકાશ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો માનવામાં આવે છે.

$(2)$ હાઈગેન્સનો તરંગવાદ :ઈ.સ.$1678$ માં ક્રિશ્ચિયન હાઈગેન્સ પ્રકાશનો તરંગવાદ આપ્યો.

આ તરંગવાદ, પરાવર્તન અને વક્રીભવનની ઘટના સમજાવી શકે છે અને જો વક્રીભવન દરમિયાન તરંગ લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હશે. જે પ્રકાશના કણવાદ દ્વારા થયેલ અનુમાનની વિરુદ્ધ છે. ઈ.સ. $1850$ માં ફોકલ્ટે કરેલા પ્રયોગો દ્વારા અનુમાન કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ એ હવામાંની ઝડપ કરતાં ઓછી હોય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.